મહેસાણાના વિસનગરના APMC ગ્રાઉન્ડ ખાતે રવિવારે ભવ્ય ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. વિસનગર શહેર અને તાલુકાની 305 ભજન મંડળીઓની 11 હજારથી વધુ બહેનો આ કાર્યક્રમમાં જોડાઈ હતી. કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રીએ ભજન મંડળીની બહેનોને ભોજન અંગે પૂછતા જ હાસ્યનું મોજું રેલાયું હતું. 305 ભજન મંડળીની 11 હજાર બહેનો કાર્યક્રમમાં હાજર રહી
વિસનગર શહેરમાં ગઈકાલે સાંજે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પોગ્રામમાં 305 થી વધુ ભજન મંડળીઓની 11 હજાર બહેનો જોડાઈ હતી. કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રીએ બહેનોને ભોજન અંગે પૂછતા જ હાસ્યનું મોજું રેલાયું હતું. ‘અલખનાં ઓટલા’ પર યોજાયેલી આ ભજન સંધ્યામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, સાંસ્કૃતિક મંત્રી મૂળુભાઇ બેરા સહિત ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો, અધિકારીઓ તેમજ પદાધિકારીઓ હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ પણ – વિરાસત પણ’ સૂત્રને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પદ્મશ્રી હેમંત ચૌહાણે ભજનની સુરાવલી રજૂ કરી હતી, જેના આસ્વાદ માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યના બદલે આહુતિ આપીને કરવામાં આવી, જેણે પરંપરાગત અને આધ્યાત્મિક માહોલને વધુ દિવ્ય બનાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તમામ 305 ભજન મંડળીઓને મુખ્યમંત્રી સહિત મંત્રીઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ભજન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારી શ્રેષ્ઠ 11 ભજન મંડળીઓને ₹21,000 આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી, જેમાં ગોપી ગોકુળ મંડળ, વિશ્વકર્મા ભજન મંડળ, રાધા કૃષ્ણ મંડળ, સખત ગોપી મંડળ, ઉમિયા મહિલા મંડળ કાંસા, સુરથા મંડળ, કૃષ્ણ મહિલા મંડળ બોકરવાળા, લબ્ધી મંડળ, શિવ શક્તિ મંડળ ઉમતા, બાલા ભૂચર આનંદ મંડળ અને ગોપી મંડળનો સમાવેશ થાય છે.અંતે, સમૂહ આરતીનું આયોજન થતાં સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. વિસનગરના આંગણે ધાર્મિક ઊર્જા અને સાંસ્કૃતિક પરંપરાનું આ અનોખું દ્રશ્ય ગુજરાતની ભક્તિ-સંસ્કૃતિને નવી ઓળખ આપી ગયું.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!