ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રીકતા અંગે માર્ગદર્શન અને નવીન ટેકનોલોજી આધારીત કૃષિ પ્રદર્શનો અંગે માહિતી તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તેવા ઉમદા હેતુસર “કૃષિ વિકાસ દિન-૨૦૨૫” તેમજ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”

નું રાપર ખાતે તાઃ ૧૪/૧૦/૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નશા ભાઈ દૈયા, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ભગાભાઈ આહીર, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી મહાવીરસિંહ જોગુ, તાલુકા સહકારી સંઘના ચેરમેન શ્રી જગદિશભાઈ વણોલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મોહનભાઈ બારડ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ખોડુભા વાઘેલા,

મદદનીશ ખેતી નિયામક અને તાલુકા અમલીકરણ શ્રી સાર્દુલ પટેલ, સીડીપો– તેમજ ભારતીય કિસાન સંગઠન કચ્છ જિલ્લા અધ્યક્ષ શ્રી રામજીભાઈ રાજપૂત ખાસ હાજર રહ્યા હતા.

“કૃષિ વિકાસ દિન-૨૦૨૫” તેમજ “રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૫” ને ભવ્ય બનાવવા માટે રાપર તાલુકાના તમામ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી ત્યારબાદ સરદાર કૃષિનગર દાંતીવાડાથી ઉપસ્થિત રહેલા કૃષિ વૈજ્ઞાનિક ડૉ. કે.પી. પચ્ચીગર સાહેબે પાકૃતિક કૃષિને લગતું વ્યાખ્યાન આપ્યું. માનનીય કૃષિ મંત્રી શ્રી રાધજીભાઈ પટેલ સાહેબનું કૃષિ લક્ષી સહાય માટેનું વ્યાખ્યાનનું જીવંત પ્રસારણ રાપર તાલુકાના ખેડૂતોએ નિહાળ્યું હતું.

ખેડૂતો માટે સતત કાર્યશીલ ખેતીવાડી વિભાગ દ્વારા રાપર તાલુકાના ખેડૂતોને ટ્રેકટર, ફાર્મ મશીનરી, પંપસેટ જેવા ઘણા ઘટકોના સહાય ચૂકવણાના આદેશો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરિત કર્યા હતા.

બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ અને આઈસીડીએસ વિભાગની સહાય તથા પૂર્વ મંજુરીના હુકમ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરિત કર્યા હતા.

રાપર તાલુકાના ખેડૂતોને આધુનિક ખેતીનો પ્રાયોગિક ખયાલ આવે તેવા ઉદેશ્યથી વિવિધ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ, આઈસીડીએસ, ગુજરાત રાજ્ય બીજ નિગમ, અમૂલ ઓર્ગેનિક, જીજીઆસી અને પશુપાલન વિભાગ જેવા વિવિધ વિભાગોના સ્ટોલનું પણ આયોજન કરેલ હતું જેથી સંકલિત જ્ઞાનવર્ધન કરી શકાય.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી ખોડુભા વાઘેલા, મદદનીશ ખેતી નિયામક અને તાલુકા અમલીકરણ શ્રી એસ જે પટેલ,કાજલબેન પ્રજાપતિ CDPO.વિસ્તરણ અધિકારી ખેતી શ્રી બી. બી. શ્રીમાળી તથા રાપર તમામ ગ્રામસેવકે સરાહનીય પ્રયત્નો કર્યા હતા.

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!