દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જનવિશ્વાસ, સેવા અને સમર્પણની 24 વર્ષની યશસ્વી વિકાસયાત્રાની ઉજવણી રૂપે તારીખ 7 થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત તાલુકા વહિવટી તંત્ર,ધનસુરા દ્વારા ઉમિયા સમાજવાડી,મોતીવેણી કંપા ખાતે આયોજિત કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ-2025 નો શુભારંભ કરાવી ખેડૂતોને સન્માનિત કર્યા અને વિવિધ યોજનાઓના સહાય સાધનના લાભોનું વિતરણ કર્યું.
આ મહોત્સવમાં અદ્યતન ટેક્નોલોજી,પ્રાકૃતિક ખેતીની જુદી-જુદી પદ્ધતિઓ તથા ખેડૂત કલ્યાણની યોજનાઓ અંગે અન્નદાતાઓને માર્ગદર્શન આપવામાં આવશે તથા ખેડૂતોને કૃષિ સહાયક સાધનો ખરીદવા સહાય અને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.
The Gujarat Live News
