વિકાસ શપથ” ગ્રહણ કરી દેશ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ

સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે “વિકાસ સપ્તાહ – ૨૦૨૫” અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કંકુબેન લાલાભાઈના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાતી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી. ખેતીવાડી, આરોગ્ય, આઈ.સી.ડી.એસ., સ્વચ્છ ભારત મિશન (SBA) તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત લાભાર્થીઓએ “ભારત વિકાસ શપથ” ગ્રહણ કરી દેશ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે શ્રી ડી.ડી. પંડયા, મામલતદારશ્રી, શ્રી એસ.વી. શર્મા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, શ્રી આર.બી. સિંધ, તાલુકા હેલ્થ ઓફિસર, શ્રીમતી અમીશાબેન પટેલ, સી.ડી.પી.ઓ., શ્રી રાજેશભાઈ, પશુચિકિત્સા અધિકારી ગામના સરપંચશ્રી રૈયાબેન ફરદાસ, ગ્રામપંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તાલુકા સ્તરના વિભાગો દ્વારા યોજનાઓના પ્રદર્શન પણ યોજાયા હતા અને ગ્રામજનોને વિકાસયાત્રામાં જોડાવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
