પાટણ જિલ્લાના રૂગનાથપુરા ગામે વીર બાપજી નો માંડવો અને સધી માં ની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું

જે રમેલમાં સધી નું રજવાડું ગામ મોરાલ ના ભુવાજી શ્રી સીએન પ્રજાપતિ હાજર રહ્યા હતા જ્યારે રૂગનાથપુરા ગામની દીકરીને છેલ્લા દસ વર્ષથી આંખોથી દેખાતું ન હોય તેઓએ દિયોદર તાલુકા નુ મોરલ ધામ સધી નું રજવાડો તરીકે ઓળખાતો સધી મા નું મંદિર આવેલું છે ત્યાં આ લોકો સધીમાના ભુવાજી સી એન પ્રજાપતિને મળ્યા અને તેમના દુઃખની વાત કરી ત્યારે ભુવાજી દ્વારા શ્રી સધી માતાના આશીર્વાદથી તમોને સારું થશે એવો બોલ કરેલ જે ટૂંક સમયમાં તે મહિલાને આંખોથી દેખાવો દેખાવા લાગતા તેમના પિતા દ્વારા માનવામાં આવેલ રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું . જે રમેલમાં ભુવાજી મોરલધામ સીએન પ્રજાપતિ હાજર રહ્યા હતા અને અનેક લોકોના દુઃખ દર્દ સાંભળ્યા હતા આ કળિયુગમાં પણ આવા સાક્ષાત પરચા મળી રહ્યા છે ત્યારે લોકો ના મનમાં મોરલધામ એક આસ્થાનો કેન્દ્ર બની રહ્યું છે અને દર રવિવારે મોરલધામ બેઠક પણ કરવામાં આવે છે રવિવારે ત્યાં આવતા લોકોને ચા પાણી નાસ્તો તથા જમવાની પણ સુવિધા આપવામાં આવે છે રવિવારના દિવસે 1000 થી પણ વધારે ભાવિકો દર્શન માટે ઉમટી પડે છે જ્યારે આ બાબતે ભુવાજીને રૂબરૂમાં પૂછતા તેઓએ જણાવેલ કે હું કોઈ ભગવાન નથી માત્ર જે લોકોના દુઃખ દર્દ દૂર થાય છે તે લોકોની સધી માં પ્રત્યેની આસ્થા નું પરિણામ છે હું માત્ર નિમિત છું
The Gujarat Live News
