ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરાયું છે. જેમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. ત્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે મજાકભરી કટાક્ષ કરી હતી. તેઓએ સ્વરૂપજી ઠાકોરને કહ્યું કે, “મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી તેના માટે.” સ્વરૂપજી ઠાકોરનું ભાભરમાં ભવ્ય સ્વાગત કરાયું
તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરાયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વાવ બેઠકના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યાં છે. જેને પગલે જિલ્લામાં તેઓનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રાજ્યકક્ષાના પ્રધાન બન્યા બાદ સ્વરૂપજી ઠાકોર પ્રથમવાર ભાભર પહોંચ્યા હતા. તેમના સમર્થકો દ્વારા ભાભરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગેનીબેનની મજાકભરી કટાક્ષથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા
આ દમિયાન કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ તેમનું સ્વાગત કર્યું હતું. આ તકે ગેનીબેને મજાકભરી કટાક્ષ કરી હતી. નવા બનેલા રાજ્યકક્ષાના મંત્રીને હસતાં-હસતાં સંભળાવી દીધું કે, ‘મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી એના માટે’. જોકે, ગેનીબેનની આ મજાકભરી કટાક્ષથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પાલનપુર કમલમ કાર્યાલયમાં સન્માન સમારોહ યોજાયો
વાવ-થરાદ જિલ્લાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને તાજેતરમાં રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું હતું. આ પદ મળ્યા બાદ પાલનપુરના ચડોતર ખાતે આવેલ કમલમ કાર્યાલયમાં ભાજપના કાર્યકર્તાઓ, ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ અને અન્ય આગેવાનો દ્વારા તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ભાભરમાં યોજાયેલા સન્માન સમારોહમાં ગેનીબેન ઠાકોર જોડાયા
પાલનપુરમાં કમલમ કાર્યાલયમાં સન્માન સમારોહ બાદ સ્વરૂપજી ઠાકોર પોતાના મતવિસ્તારમાં પહોંચ્યા હતા. મંત્રી પદ મળતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ હતો અને અનેક વિસ્તારોમાં તેમનું ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ જ સમય દરમિયાન ભાભરમાં યોજાયેલા સન્માન સમારોહમાં ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા. ગેનીબેન સાંસદ બનતાં બેઠક ખાલી હતી
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભામાં ગેનીબેન ઠાકોર ધારાસભ્ય હતાં, એ બાદ કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતાં અને બનાસકાંઠા જિલ્લામાં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. એના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. જે બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ગુલાબસિંહને હરાવી સ્વરૂપજી ઠાકોર વાવના ધારાસભ્ય બન્યા હતા. કોણ છે સ્વરૂપજી ઠાકોર?
સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યા હતા અને 15,601 મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા. જે બાદ ગેનીબેન સાંસદ બનતા વાવ વિધાનસભાની બેઠક ખાલી થઈ હતી. જેથી વર્ષ 2024માં વાવ વિધાનસાભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ગુલાબસિંહને હરાવી સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે સાંસદ ગેનીબેન ઠાકોરે એડીચોટીનું જોર લગાવ્યું હતું, તેમ છતાં પેટા ચૂંટણીમાં ગુલાબસિંહની હાર થઈ હતી.