
Kashtbhanjandev Temple Salangpur: દેશ-દુનિયામાં દિવાળીના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રવિવારે (19મી ઑક્ટોબર) દાદાને ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવો દિવ્ય અને ભવ્ય શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ વખતે હનુમાનજીને સિલ્વર ડાયમંડ વાઘા પહેરાવવામાં આવ્યા હતા, જેની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે.
15 કિલો વજન અને હીરાનું જડતર
શ્રી કષ્ટભંજનદેવને પહેરાવવામાં આવેલા આ વિશેષ વાઘાનું વજન લગભગ 15 કિલો છે, જેમાં 14 કિલો ચાંદીનો ઉપયોગ થયો છે. આ વાઘાની સૌથી મોટી વિશેષતા તેમાં થયેલું હીરાનું જડતર છે.
