
દિવાળી અને છઠ્ઠ પૂજા તહેવારોને લઈ છેલ્લા ત્રણ દિવસથી વડોદરાના રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.
રેલવે સ્ટેશન પ્લેટફૉર્મનં. ૨ તથા € ખાતેથી ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનો હાઉસફૂલ છે. ભીડને પહોંચી વળવા માટે આરપી એફ અને રેલવે પોલીસના જવાનો તૈનાત છે. ડીઆરએમ રાજુ ભડકેએ સ્ટેશનની મુલાકાત લઈને વ્યવસ્થાનું ખાસ નિરીક્ષણ કર્યું હતું.
