ભુવાજીશ્રી દ્વારા સેવકોને મીઠાઈ વિતરણ, વેસન મુક્ત સંદેશ આપ્યો
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દેવ કંબોઇ ગામે આવેલ પ્રસિદ્ધ ઝાપડી માતાજીનું મંદિર આસ્થા અને શ્રદ્ધાનું પાવન સ્થાન ગણાય છે.

દર રવિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ઉપસ્થિત રહે છે.
આ મંદિર ખાતે આવનારા દર્શનાર્થીઓની સુવિધા અને વ્યવસ્થા માટે “અખત મંડળ દેવ કંબોઇ ગ્રુપ” સતત સેવા કાર્યમાં જોડાયેલો રહે છે.
રવિવારે પણ આ ગ્રુપના યુવાનો ભક્તોની સેવા, પાણીની વ્યવસ્થા અને સફાઈ જેવા કાર્યોમાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા જોવા મળ્યા હતા.
દિવાળીના પાવન અવસરે ઝાપડી માતાજીના ભુવાજી શ્રી ચેહરસિંહ સજનસિંહે અખત મંડળના સેવાભાવી યુવકોને મીઠાઈ વિતરણ કરી તેમની સેવાભાવના માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ભુવાજીશ્રીએ જણાવ્યું કે માતાજીના આશીર્વાદથી ગામમાં સૌહાર્દ, શાંતિ અને સમૃદ્ધિ વરસે તેવી પ્રાર્થના છે.
આ સાથે તેમણે મહત્વનો સંદેશ આપતાં જણાવ્યું કે ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવી એ સૌની જવાબદારી છે.
દારૂ જેવા વેસનોથી દૂર રહીને ભક્તિ, સંયમ અને સેવા ભાવના દ્વારા માતાજીનો આશીર્વાદ મેળવવો એ જ સાચી આરાધના ગણાય.
આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં ભક્તિભાવ સાથે માતાજીના જૈકારો ગુંજી ઉઠ્યા હતા અને આખું મંદિર વિસ્તાર દિવાળીની ઉમંગથી ઝળહળતું થયું હતું.
The Gujarat Live News
