બીએસએફ બટાલિયનના સૈનિકોને ફાયરીંગ પ્રેક્ટીસ માટે સાવચેતીના ભાગરૂપે એવાલ ફાયરીંગ બટની ફરતે ૫૦૦ યાર્ડ સુધીના અંતરમાં કોઈપણ માણસ, પાલતુ જાનવરો વિગેરેના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પાટણ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલય હસ્તકના કમાન્ડન્ટશ્રી બોર્ડર સિક્યોરીટી ફોર્સ (૧૯૪ બટાલિયન બી.એસ.એફ.) ગાંધીનગરનાઓના રીપોર્ટથી બટાલિયનના સૈનિકોને ફાયરીંગ પ્રેક્ટીસ માટે તા.૨૪, ૨૫/૧૦/૨૦૨૫ દિન-૦૨ માટે સાંતલપુર તાલુકાના એવાલ બટ ખાતે મંજૂરી આપવા માંગણી કરતાં, આ સમયગાળા દરમ્યાન એવાલ ફાયરીંગ બટ વિસ્તારમાં માણસ, પાલતુ જાનવર પ્રવેશ કરે નહીં અને કોઈ અકસ્માત સર્જાય નહી તે હેતુથી સાવચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, પાટણએ વંચાણે લીધેલ પત્રથી અત્રે દરખાસ્ત મોકલી આપેલ છે.

પોલીસ અધિક્ષકશ્રી, પાટણની સદરહું દરખાસ્ત અન્વયે અત્રેના સાંતલપુર તાલુકાના એવાલ ફાયરીંગ બટની ફરતે ૫૦૦ યાર્ડ સુધીના અંતરમાં કોઈપણ માણસ, પાલતુ જાનવરો વિગેરેના પ્રવેશ પર મનાઈ ફરમાવવાનું આવશ્યક જણાય છે.

જે અન્વયે, શ્રી વી.સી.બોડાણા (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પાટણ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૩૭ મુજબ મળેલ સત્તાની રૂએ સાંતલપુર તાલુકાના એવાલ ફાયરીંગ બટની ફરતે ૫૦૦ ચાર્ડ સુધીના અંતરમાં તા.૨૪, ૨૫/૧૦/૨૦૨૫ દિન-૦૨ સુધીના સમયગાળા માટે કોઈપણ માણસ, પાલતુ જાનવરો વિગેરેના પ્રવેશ પર મનાઇ ફરમાવવામાં આવે છે.

આ હુકમ ઉકત નિર્દિષ્ટ વિસ્તારમાં સહેલાઇથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલો ચોટાડીને સદરહું વિસ્તારમાં લાઉડ સ્પીકર વાન મારફતે તેની જાહેરાત કરવી. જે વિસ્તારમાં ફાયરીંગ કરવામાં આવનાર છે તે વિસ્તારની ફરતે ૫૦૦ યાર્ડની હદ નક્કી કરી જાહેર જનતાની જાણ માટે સહેલાઇથી દેખાઇ આવે તે રીતે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ માટેના બોર્ડ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી દ્વારા મુકવાના રહેશે.

આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ – ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલિસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!