આજે 22-10-25 કારતક સુદ એકમ બુધવારે નવા વર્ષ ખુબ સારી રીતે વિના વિધને પસાર થાય તેવી ભાવભરી પ્રાર્થના સાથે વહેલી સવારથી જ દૂર દૂરથી આવેલા ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના મંગલમય દર્શન કરી ધન્યતા અનુભવી.



લાખો ભક્તોના શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂકેલ કળિયુગના જીવંત દેવ મનાતા સિંદૂરીયા ડાભી સુંઢાળા આ દાદાનું મંદિર 1200 વર્ષ જૂનું હોવાની વાત પ્રચલિત છે.
આવનાર દાદાના ભક્તો માટે શ્રી ગણપતિ મંદિર સંસ્થાના ટ્રસ્ટીઓ, કારોબારીઓ, સેવકો સાથે મળી ખુબ સારી રીતે ભક્તોને સેવા પુરી પાડી રહ્યા છે.
ભક્તોની વધતી ભીડ માટે આ દિવસે ભોજન પ્રસાદીની પણ મોટા પાયે સરસ વ્યવસ્થા સંસ્થા તરફથી ગોઠવવામાં આવી છે.
સંસ્થા સૌ ભક્તોને નૂતનવર્ષાભિનંદન પાઠવે છે.
The Gujarat Live News
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
