તારીખ: 22-10-25 બુધવારે નવા વર્ષના પ્રથમ દિવસ નિમિત્તે પરસ્પર શુભેચ્છા પાઠવવા અને 75 વર્ષ પુરા કરી ચૂકેલા વડીલોને શાલ ઓઢાડી સન્માન કરવાના હેતુથી શ્રી સાવદરા યુવા સંગઠન દ્વારા ઐઠોરની પાર્થ પ્રાથમિક શાળાના મેદાનમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહી કાર્યક્રમને ભવ્ય સફળતા આપી હતી.

સમગ્ર આયોજન સ્વેછીક દાતાઓના સહકારથી સેવકોની મજબૂત ટીમો દ્વારા ગોઠવવામાં આવ્યું હતું.
સંસ્કૃતિની જીવંત ધરોહર સમાન આ વડીલોને મળેલ આ સન્માન બદલ તેઓ પણ સમગ્ર આયોજકોને આશીર્વાદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે છેલ્લે સાત્વિક ભોજન લઇ જૂની મીઠી યાદો સાથે સૌ છુટા પડ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
