રાધનપુર તા.24 ઓક્ટોબર, 2025 —
નૂતન વર્ષ નિમિત્તે રાધનપુર મુકામે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ તથા આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પક્ષ દ્વારા વિશાળ વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રાધનપુર અને સાંતલપુર તાલુકાની જિલ્લા પંચાયત સીટને લગતા આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહી રાજકીય વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાધનપુરના ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઘેમરભાઈ રબારી, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોર, જાહિદખાન મલેક, કકુબેન લાલાભાઈ પરમાર, બાબુભાઈ આહીર, મહેબુબખાન મલેક, કરશનજી ઠાકોર, પરમાભાઈ પંચાલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ ના ભાજપ પર વોટ ચોરી ના આક્ષેપ
ભાજપ ખોટા વોટ ઉભા કરી ચૂંટણી જીતે છે :- રઘુભાઇ દેસાઈ
રાધનપુર માં પણ ખોટા વોટ હોવાના રઘુભાઇ દેસાઈ નો આક્ષેપ
રાધનપુર શહેરી વિસ્તારના વોર્ડ નં. 1 માં એકજ મકાન માં ખોટા વોટ હોવાનો રઘુ દેસાઈ નો આક્ષેપ
રાધનપુર વિધાનસભાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે કોંગ્રેસ દ્વારા કવાયત સરું કરી છે:- રઘુ દેસાઈ
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના ઉમેદવાર માટે નામ ની શોધખોળ ચાલુ છે:- રઘુ દેસાઈ
કોંગ્રેસ ની બહુમતી જીત થશે:- રઘુ દેસાઈ
સારા અને સક્ષમ ઉમેદવારો ને કોંગ્રેસ ટિકિટ અપાશે:- રઘુ દેસાઈ
રાધનપુરમાં કોંગ્રેસના રઘુ દેસાઈના આક્ષેપ થી રાજકારણ ગરમાયું
કાર્યક્રમ દરમ્યાન નેતાઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ માટે મજબૂત તૈયારી શરૂ કરવાની અપીલ કરી હતી.
સંગઠનને ગામડાની પાયે મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ કહ્યું કે “કોંગ્રેસ પક્ષ હંમેશાં જનહિતના પ્રશ્નો માટે લડી રહ્યું છે.
આવનારી ચુંટણીમાં લોકોનો વિશ્વાસ જીતવો એ અમારું મુખ્ય ધ્યેય છે.”
જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ રબારીએ કહ્યું કે “કાર્યકર કોંગ્રેસ પક્ષનો જીવ છે, અને દરેક કાર્યકરે તનમનથી પક્ષની નીતિઓ જનતા સુધી પહોંચાડવી એ આજની જરૂર છે.”
જયાબેન ઠાકોરે મહિલાઓની ભૂમિકા મજબૂત કરવાની વાત કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને સંગઠનની એકતા જાળવી રાખી આગામી ચુંટણીમાં બહુમતીથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનો સમાપન સંકલ્પ અને સમૂહ શુભેચ્છા સાથે કરવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિ નોંધાઈ હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
