શ્રી જહુ માતાજીની દિવ્ય પ્રેરણા અનુસાર દર વર્ષની જેમ ચાલુ વિક્રમ સવંત 2082 ના નવા શરુ થતા વર્ષમાં અબોલ સેવા અનમોલ ના નેજા હેઠળ ભાઈ બીજ થી લાભ પાંચમ દરમિયાન ચામડીના રોગથી પીડાતા શ્વાનની સારવાર માટેની શ્વાન સેવા યાત્રામાં 14 બાઈક અને ઈક્કો ગાડી સાથે 33 જેટલાં સેવક ભાઈઓ જોડાયા હતા, જેઓ ઊંઝા થી ખેરાલુ – વિસનગર – વડનગર – વલાસણ – ઇડર – ભિલોડા – વિજયનગર -શામળાજી – ખેડબ્રહ્મા – અંબાજી – દાંતા – સતલાસણા- વડગામ – સિદ્ધપુર થઇ ઊંઝા સુધીના રુટ ઉપર અંદાજે 650 km ની યાત્રામાં 357 જેટલાં ગામોની મુલાકાત લઈ 3153 ચામડીના રોગથી પીડાતા શ્વાનોની સેવા – સારવાર કરવામાં આવી તથા જુદા – જુદા 20 જેટલા ગામોમાં નવીન સારવાર કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા

શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ઊંઝાની આ સેવાઓ ગુજરાત ભરમાં જીવદયા પ્રેમીઓ માટે ઉત્તમ પ્રેરણા રૂપ બની રહી છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
