સિદ્ધપુરમાં કાર્તિકી મેળાની પૂર્ણાહુતિ નવા વર્ષની શરૂઆત સાથે કાર્તિક સુદ એકમથી સિદ્ધપુરમાં કાર્તિકી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે

સિધ્ધપુર એક માતૃ ગયા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે સિદ્ધપુર એક પૌરાણિક કાળથી માતાઓનું તર્પણ સ્થાન ગણવામાં આવે છે સિદ્ધપુરમા તર્પણ કરવાથી મરનાર વ્યક્તિ નો મોક્ષ થાય એવી લોકવાઇકl છે આ મેળો કારતક સુદ એકમથી કારતક સુદ પૂનમ સુધી હોય છે આ મેળામાં હજારોની સંખ્યામાં લોકો તર્પણ કરે છે માતૃ ગયા હોવાથી પાંડવો એ પણ પોતાની માતાના અસ્તી સિધ્ધપુરમાં અર્પણ કર્યા હોવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે સિદ્ધપુરમાં બહુ મોટું મુક્તિધામ પણ આવેલું છે આ મેળા નો પ્રારંભ શ્રી સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપુત દ્વારા કરવામાં આવ્યો હતો જે મેળાનું કાર્તિક સુદ પૂનમ દેવ દિવાળીના દિવસે પૂર્ણાહુતિ થઈ હતી જેમાં લાખો ભાવિકોએ મેળાની મજા માણી હતી અને પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન કરી ધન્યતા અનુભવી હતી
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
