સમસ્ત નંદગમ આહિર સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યગ્ન આજથી પ્રારંભ,

જેમાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ તેમજ દરેક સામાજિક આગેવાનોએ હાજરી આપી જેમાં મહંતશ્રી ભરત રાજા ભારાપર જાગીર મહંતશ્રી કૃષ્ણ નંદજી બાપુ પાકડસર જાગીર મહંત શ્રી મહાદેવ બાપુ લાલગેબી આશ્રમ મોડપર તેમજ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ગાંધીધામ મતવિસ્તાર ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ભચાઉ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ હરદેવસિંહ જાડેજા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા નાની ચીરઇ પૂર્વ સરપંચ લખમણભાઇ આહિર કચ્છ જિલ્લા પંચાયત ચેરમેન ઘેલાભાઈ આહિર ભચાઉ એ.પી.એમ. સી. પ્રમુખ વઘુભા જાડેજા આહિર સમાજ તેમજ અન્ય દરેક સમાજના આગેવાનો એ હાજરી આપી પોથી યાત્રામાં કથાના વક્તા દિનેશચંદ્ર જેંતીલા રાવલને રથ પર બિરાજમાન કરી સાથે સંતો મહંતો રથ ઉપર બિરાજમાન કરી ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી જેમાં નાના બાળકોની વિવિધ વેશભૂષાની ઝાંખી નિહાળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું સાથે આહિર યુવક મંડળ દ્વારા ભવ્ય રાસ રમવામાં આવી તેમજ મહિલાઓ પણ રાસમાં ભાગ લીધો જેથી શોભા યાત્રામાં ભવ્યતા જોવા મળી.
The Gujarat Live News
રિપોર્ટ : મહાવીરસિંહ બી. રાણા ભચાઉ
