૭-૧૧-૨૦૨૫ ના રોજ શ્રી એચ.વી.વાલાણી વિદ્યામંદિર , ભીલડી ખાતે 150મી ” વંદેમાતરમ્” રાષ્ટ્રીય ગીતની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં શ્રીકેશાજી ચૌહાણ (રાજ્ય કક્ષાના પૂર્વમંત્રી તેમજ દિયોદર વિધાનસભાના ધારાસભ્ય), પંચંસિંગ સોલંકી (ભીલડી ભાજપના પૂર્વ પ્રમુખ),મહામંત્રી બાબુભાઈ દેસાઈ ,શ્રી કે.કે. માળી (નવી ભીલડી સરપંચશ્રી),શ્રી દીપાજી ઠાકોર( જૂની ભીલડી સરપંચશ્રી),શ્રી કેળવણી મંડળીના ઉપપ્રમુખ શ્રી કે.કે. માળી,મંત્રીશ્રી દિનેશભાઈ બારોટ, શિક્ષણસમિતિના સભ્યશ્રી રઘુભાઈ રાજગોર, ઈશ્વરભાઈ દેસાઈ ભીલડી ખાતેના ડેપ્યુટી સરપંચશ્રી, સી.આર.સી., ભીલડી પ્રેસ રિપોર્ટરના પ્રમુખશ્રી કંચનજીન અને પત્રકારમિત્રો,ગ્રામજનો બોહળી સંખ્યામાં હાજર રહ્યા .આ કાર્યક્રમ માં આવેલા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્યશ્રી શ્રીરમેશભાઈ પટેલ સાહેબ દ્વારામાં કર્યું.આભારવિધિ સુધીરભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું.કાર્યક્રમનું સંચાલન શ્રી દિલીપભાઈ ચૌધરી તેમજ ચિરાગ સોની દ્વારા કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં વંદેમાતરમ્ રાષ્ટ્રીય ગાન અને સ્વદેશી શપથવિધી કરવામાં આવી હતી.તેમજ આ કાર્યક્રમનું આયોજન શાળાના કલાર્કશ્રી આનંદભાઈ ત્રિવેદી (બનાસકાંઠા જિલ્લાના વહીવટી સંઘના પ્રમુખ) કર્યું હતું.

The Gujarat Live News 

રીપોર્ટર બી.એમ.રાવળ પાલનપુર બનાસકાંઠા ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!