
– નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો
– આરોપી પોક્સો, એટ્રોસિટી હેઠળ કસૂરવાર : સરકાર દ્વારા સગીરાને 1 લાખ વળતર ચૂકવવા આદેશ
નડિયાદ : નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપી યુવકને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. તેમજ કોર્ટે આરોપીને રૂપિયા ૪૦ હજારનો દંડ પણ કર્યો છે. જ્યારે ભોગ બનનાર સગીરાને સરકાર દ્વારા રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
