
– ગ્રામજનોમાં ભયનો માહોલ
– ભેંસનું દૂધ પીતા પરિવારના સાત સભ્યોને પણ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના રાજપરમાં હડકાયા શ્વાને ભેંસ અને પાડીને બચકાં ભરતા મોત નિપજ્યાં છે. જ્યારે મૃત્યું પામેલી ભેંસનું દૂધ પીતા પરિવારના સાત સભ્યોને પણ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.
રાજ્યમાં ઠેર ઠેર રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે જેમા રખડતા શ્વાન શેરી ગલીઓમાં રમતા બાળકો અને રાહદારીઓને ફાડી ખાવાની ઘટના દરરોજ પ્રકાશમાં આવી રહી છે.
