અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતાં અને કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કામિનીબેન ઝા અને ગુજરાત એનસીપીના પ્રદેશ પ્રમુખ તેમજ 2020માં કોંગ્રેસના મેન્ડેટ પર કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા નિકુલસિંહ તોમર વચ્ચે વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કામિનીબેન ઝા દ્વારા નિકુલસિંહ તોમરના માણસો દ્વારા ધમકાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે જ્યારે ગુજરાત એનસીપીના પ્રમુખ અને કોર્પોરેટર નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કોર્પોરેટર કામિનીબેન તેમના વોર્ડના વિસ્તારમાંથી કોન્ટ્રાક્ટરો અને લોકો પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે જે બાબતે તેઓને પૈસાની ઉઘરાણી ન કરવા માટે રોક્યા હતા જેથી તેઓ ઉગ્ર થઈ ગયા હતા અને આ બાબતે મારી ઓફિસમાંથી કેટલાક લોકો તેમને સમજાવવા ગયા હતા બસ આટલી જ બાબત છે. નિકુલસિંહના માણસો ધમકાવતા હોવાનો મહિલા કોર્પોરેટરના દીકરીનો આક્ષેપ
કામિનીબેન ઝાના દીકરીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં એક ભાગવત કથાનો કાર્યક્રમ થાય છે તેના માટે ફાળો લેવા માટે આવ્યા હતા અને અમારા ત્યાંથી ફાળો લઈને ગયા ત્યારે નિકુલસિંહ તોમરના માણસો આવ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. ચલો અમારી ગાડીમાં બેસી જાઓ એમ કહી અને ધમકી આપી હતી. માત્ર તેમનું જ રાજ ચાલે છે તેઓ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. નિકુલસિંહ પોતાને બાહુબલી નેતા હોવાનો દેખાવ કરે છે અને આ બાબતે જ્યારે મારા માતા કામીની બેને કહ્યું કે, તમે આવું કેમ કરો છો ત્યારે તેમણે કહ્યું હતું કે, હું આવું જ કરીશ અને તમારાથી થાય તેવું કરી લો. આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે જેમાં અત્યારે હાલમાં અરજી લેવામાં આવી છે પીઆઇ હાજર નહોતા જેથી પીઆઇ આવે ત્યારે ફરિયાદ નોંધવા માટે અમને કહ્યું છે. કામિનીબેનને ઉઘરાણા બંધ કરવા મેં કહ્યું હતું- નિકુલસિંહ તોમર
ગુજરાત એનસીપીના પ્રમુખ અને કોર્પોરેટર નિકુલસિંહ તોમરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા વોર્ડના કોંગ્રેસના સાથી કોર્પોરેટર કામિનીબેન ઝા તેમના વોર્ડ અને વિસ્તારમાંથી પૈસાની ઉઘરાણુ કરે છે અને આ ઉઘરાણું ન કરવા બાબતે સાથી કોર્પોરેટરને મેં કહ્યું હતું. પરંતુ તેઓ ઉગ્ર થઈ ગયા હતા. વિસ્તારમાંથી પૈસાની ઉઘરાણી કરી અને ભાગવત કરાવી રહ્યા છે જે બાબતે આવું ન કરવા અમે કહ્યું હતું છતાં પણ તેઓએ પૈસાની ઉઘરાણી ચાલુ રાખી હતી જેથી મારી ઓફિસના કેટલાક લોકો ગયા હતા અને ત્યારબાદ બોલા ચાલી થઈ હતી. વધુમાં નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે સૌથી પહેલા અધિકારીઓને RTI કરી કહેવામાં આવે છે કે, આ કોન્ટ્રાક્ટર બરાબર કામ નથી કરતો જેથી તેની સામે વિજિલન્સ તપાસ કરવામાં આવે. બે દિવસ પછી એ જ કોન્ટ્રાક્ટર સારો થઈ જાય છે. કેમકે તેમની પાસેથી પૈસા લઈ લેવામાં આવે છે. આવી અસંખ્ય અરજીઓ કરવામાં આવી છે. પ્રજાના પૈસા ટેક્સના હોય છે જે કોન્ટ્રાક્ટર પાસેથી ચોરી કરાવવામાં આવે છે. મારા સાથી કોર્પોરેટરની મારી પાસે આવી અસંખ્ય અરજીઓ કરવામાં આવી છે અને તમામ પુરાવા છે આખી ફાઈલ છે. અમે તમને સાથે રહીને કોર્પોરેટર એટલા માટે બનાવ્યા હતા કે, તમે સાથે રહીને પ્રજાની સેવા કરો ચોરી કરવા માટે અમે તમને કોર્પોરેટર બનાવ્યા નથી. હવે તો એટલી બધી ચોરી કરે છે કે, પહેલા ચોરી કરવાની અને પછી દાન આપવાનું કરે છે. 4.5 વર્ષ ચોરી કરી અને હવે તમે બે મહિના પૈસા ખર્ચો છો. જો આવા ચોરોની અક્કલ ઠેકાણે લાવવી પડશે આ બાબતે પ્રજાને જાગૃત થવું પડશે. તમે આવા ચોરોને જીતાડો છો અને પછી બે મહિના તમારી પાછળ ખર્ચ કરે છે અને પાંચ વર્ષ કમાય છે. આવા ચોરોને જો સાન ઠેકાણે ન લાવી તો ખરાબ હાલત કરશે. એટલી બધી જગાઓ મને ખબર છે અને પુરાવા છે કે ક્યાં ક્યાં આ લોકોએ બધી ચોરીઓ કરી છે. આવા ચોર કોર્પોરેટરોથી દૂર રહો. NCPના કોર્પોરેટરના વિરુદ્ધમાં મહિલા કોર્પોરેટરની પોલીસમાં અરજી
કોંગ્રેસના કોર્પોરેટર કામિનીબેન ઝા દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જે અરજી આપવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, આજે 22 ડિસેમ્બરના રોજ બપોરના સમયે મેઘાણીનગર કાર્ગો ગેટની સામે આવેલી કોંગ્રેસ કાર્યાલયની ઓફિસમાં મારી દીકરી અને પતિ સાથે બેઠા હતા ત્યારે ગુરુકૃપાનગર ખાતે ભાગવત ગીતાનો પાઠ થવાનો હોવાથી તેનો ફાળો લેવા માટે કેટલાક લોકો આવ્યા હતા. યથાશક્તિ પ્રમાણે અમે ફાળો આપ્યો હતો જે બાદ એનસીપીના કોર્પોરેટર નિકુલસિંહ તોમરની ઓફિસમાં કામ કરતા શિવા પાટીલ, પંકજ સહાની અને રોહન સહિતના લોકો આવ્યા હતા તમે કેમ ઉઘરાણું કરો છો. અહીંના નેતા અમે છીએ અને નિકુલસિંહ તોમરનું જ ચાલશે. એમ કહી બૂમો પાડીને ગાળાગાળી કરવા લાગ્યા હતા. નિકુલસિંહ તોમર અહિયાંના રાજા છે અને હવે પછી આવું કરશો તો મજા નહીં આવે એવી ધમકી આપવામાં આવી હતી. ચલ અમારી સાથે ગાડીમાં બેસી જા. અમારા મોટા સાહેબને મળો નહિતર છોડીશ નહીં એવી ધમકી આપી હતી. ગમે તે સમયે આ માણસો કંઈ પણ કરી શકે અને હું ઊંચી પહોંચવાની હોવાના કારણે ડર લાગતો હોવાથી આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!