વસંત પંચમી એટલે વિધાની દેવી- જ્ઞાનની દેવી મા સરસ્વતી-મા શારદાનો પ્રાગટય દિવસ. આ દિવસે મા સરસ્વતીનું પૂજન-અર્ચન ભારતીય પરંપરા અનુસાર વર્ષોથી કરવામાં આવે છે.

કડીનાં નાનીકડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં પણ આચાર્ય ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ જેઓએ વસંત પંચમી ઉત્સવને ઉજવી બાળકો અને સ્ટાફમિત્રો દ્વારા મા સરસ્વતીનું પૂજન અર્ચન કરાવી પ્રસંગનું મહત્વ સમજાવ્યું અને તે લગતા ગીતોનું ગાન તથા પ્રાર્થના કરાવી બાળ વિચાર ગોષ્ઠીનું સરસ આયોજન કર્યું હતું. બાળકો એ પણ સંસ્કાર કાર્યક્રમ રજૂ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
