રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં ગટરો સતત ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. આ મુદ્દે વોર્ડ નં. ૧ની નગરસેવિકા જયાબેન ઠાકોર એ નગરપાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

નગરસેવિકા જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે વોર્ડમાં લાંબા સમયથી ગટર સફાઈ અને સ્વચ્છતાની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે ગંદકી, દુર્ગંધ અને રોગચાળાનો ખતરો ઊભો થયો છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં છતાં નગરપાલિકાની બેદરકારી યથાવત રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ગટરના પ્રશ્ને અવાજ ઉઠાવતા નથી પાલિકાના સત્તાધીશો અને સ્થાનિક રહેવાસીઓ એમના હિસાબે એમના પાપે ગંદગી ફેલાવાથી સામ-સામે ઝગડાઓ પર ઉતરી આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થાનિકોને પરસ્પર લડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ આરોપ મૂકાયો છે, જેના કારણે વિસ્તારમાં તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે.

સ્થાનિક નાગરિકોએ નગરપાલિકાની કાર્યશૈલી સામે અસંતોષ વ્યક્ત કરી તાત્કાલિક ગટર સફાઈ, નિયમિત સ્વચ્છતા કામગીરી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર આયોજન સાથે સ્થાનિક લોકો નગરસેવીકા સાથે આ ગંદા પાણી અને કચરો લઇ રાધનપુર નગરપાલિકા જવાબદારી સત્તાધીશો અને કર્મચારીઓ પર નાખી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

આ સમગ્ર મામલે હવે રાધનપુર નગરપાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેની તરફ લોકોની નજર મંડાઈ છે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!