તા. 01/03/2026 ના રોજ આઈ શ્રી ખોડિયાર માતાજી ધામ ખાતે ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિઓનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું.

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

યજ્ઞ બાદ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષની મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન નવનિયુક્ત તાલુકા અને શહેર પ્રમુખો પશાભાઈ રાઠોડ (સમી તાલુકો), ભેમાજી ઠાકોર (રાધનપુર તાલુકો) તથા રફિકભાઈ ઘાંચી (રાધનપુર શહેર)નું સન્માન કરવામાં આવ્યું.

તે ઉપરાંત બાબુભાઈ આહીર (કા. પ્રમુખ, સાંતલપુર), વાલાભાઈ આહીર (ધોકાવાડા), અણદુભા જાડેજા (પૂર્વ ઉપપ્રમુખ, તાલુકા પંચાયત સાંતલપુર) અને નરેન્દ્રસિંહ સોઢા (પૂર્વ સરપંચ, દહિસર)ને વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ સમિતિના કા. પ્રમુખો, પૂર્વ પ્રમુખો, તાલુકા તથા નગરપાલિકાના વિરોધપક્ષના નેતાઓ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, માઇનોરિટી સેલના હોદેદારો તેમજ પક્ષના અનેક કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!