દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ કુમકુમ તિલક સાથે કેમ્પની શુભ સરુઆત કરવામાં આવી

આ કેમ્પમાં 105 જેટલા સભ્ય- પરિવારજનોનો (BMD બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ) ચેકઅપ કરવામાં આવ્યો. તેમજ તેનો રિપોર્ટ આપવામાં આવ્યો તેમાં જેમને પણ થોડી ઘણી ઉણપ હોય તેમને જરૂરી સલાહ, માર્ગદર્શન તેમજ સારવાર ડો. મિલન મોદી દ્વારા ફ્રી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સંયોજક શ્રીમતી યશસ્વીબેન પંડ્યા, મહિલા સહભાગીતા નીમાબેન પંચાલે ખૂબ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના પ્રમુખશ્રી દુર્ગેશભાઈ કેલા, મંત્રીશ્રી મુકેશભાઈ મોદી ખજાનચીશ્રી ભરતભાઈ પંચાલ તેમજ પૂર્વ પ્રમુખશ્રી ડો. મિહિરભાઈ પંડ્યા ની હાજરી નોંધપાત્ર તેમજ પ્રેરણાદાયી હતી.
સંસ્થા વતી આ કેમ્પમાં અમૂલ્ય યોગદાન બદલ ડો. મિલન મોદીનો આભાર સહ સ્મૃતિચિન્હ તેમજ સોવેનિયર ભેટ આપવામાં આવ્યું હતું.
પ્રચાર સમિતિ સંયોજક ભાવેશ જોષી ના નમસ્કાર
The Gujarat Live News અહેવાલ ભુપેન્દ્ર કુમાર જોષી બનાસકાંઠા
