મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી પરેશ રેણુકા રાધનપુર નાઓએ જિલ્લામાં મિલ્કત સબંધી બનેલ બનાવો અટકાવી આરોપીઓને પકડવા સારૂ સુચના કરેલ હોઇ જે સુચના આધારે અમો પોલીસ સ્ટાફના માણસો વારાહી પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૧૭૦૩૬૨૬૦૧૨૮ બી.એન.એસ કલમ-૩૦૩(૨), ૩૨૯(૩), ૩ર૪(૫), ૫૪ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદામાલ બાબતે તપાસમા હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો લક્ષ્મણભાઈ પેથાભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની ઈકો ગાડીમા ચોરીમા ગયેલ મુદામાલ આરોપીઓ લોદરા થી રાધનપુર વેચાણ સારૂ જનાર છે તેવી સચોટ હકીકત મળતા અમો પોલીસ સ્ટાફના માણસો સાથે દહીંસર ગામના પાટીયા થી આગળ કેનાલ પાસે વોચ તપાસમાં રહેતા એક સફેદ કલરની ઈકો ગાડી આવતા જે ઈકો ગાડીને ઉભી રખાવી પુછપરછ કરી ઈકો ગાડીની ઝડતી કરતા ઈકો ગાડીની અંદર અલગ અલગ ત્રણ પ્લાસિટકની થેલીઓ પડેલ જે ખોલી જોતા બે પ્લાસિટકની થેલીઓમા બળેલ કેલબ વાયર તેમજ એક સફેદ કલરની પ્લાસિટકની થેલીમા કેલબ વાયરના ટુકડા પડેલ હોઈ જે મુદામાલ બાબતે ઈકો ચાલક તેમજ સાથેના બે ઇસમોને પુછપરછ કરતા આજથી આશરે પંદરેક દિવસ પહેલા દહીંસર સોલાર પ્લાનટમાથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ આમ, દહીંસર ગામે સોલાર પ્લાનટમાથી થયેલ કેબલ વાયરની ચોરીનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ સરનામું:-

(૧) રાજેશભાઈ ઉર્ફે રાજુ ગાંડાભાઈ કસુભાઈ ઠાકોર ઉ.વ. ૩૩

(૨) વિપુલભાઈ બાબુભાઈ દેવાભાઈ ઠાકોર ઉ.વ.૨૫

રહે. બન્ને સુલતાનપુરા તા.રાધનપુર જી.પાટણ

(3) પ્રકાશભાઈ નાથાભાઈ નેમાભાઈ રાવળ ઉ.વ.ર૬

રહે. સવપુરા તા.કાંકરેજ જી.બનાસકાંઠા

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!