પાટણ તાલુકાના સંખારી ગામે આવેલ આયુષ્ય આરોગ્ય મંદિરની બેદરકારી સામે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
ગામમાં યોજાયેલી મિટિંગ દરમિયાન આંગણવાડી મહિલા કર્મચારીને ઈજા થતા તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા.






પરંતુ ડ્રેસિંગ માટે જરૂરી પાટાનો સ્ટોક જ ઉપલબ્ધ નહોતો, જેના કારણે ઈજાગ્રસ્ત મહિલાને ધારપુર હોસ્પિટલ રેફર કરવી પડી.
આ બનાવથી ગ્રામજનોમાં ગુસ્સો ફાટી નીકળતા પાટણ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તથા સ્થાનિક લોકોએ આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો.
આજે સવારે આરોગ્ય વિભાગની ટીમ સંખારી ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસમાં ખુલ્યું કે છેલ્લા 6 મહિનાથી આરોગ્ય કેન્દ્રમાં ડ્રેસિંગ માટેના પાટાનો જથ્થો ઉપલબ્ધ નથી.
ગામલોકોના મતે પ્રાથમિક આરોગ્ય સેવાઓ ન હોવાને કારણે દર્દીઓને નાની મોટી સારવાર માટે પણ અન્યત્ર દોડવું પડે છે.
જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવસે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
