પાટણ જિલ્લાના વારાહી ગામમાં પ્રજાપતિ વારૈયા સમાજના કુળદેવી શ્રી ચામુંડ માતાજી નું મંદિર આવેલું છે જે મંદિરનો સમાજ દ્વારા નવનિર્માણ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી

જેમાં પ્રજાપતિ સમાજના ભાઈ બહેન અને મહેમાનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ પ્રસંગ તારીખ 6 3 2026 થી 8 3 2026 સુધી ઉજવવામાં આવ્યો આ પ્રસંગમાં રાસ ગરબા ભજન હવન શોભાયાત્રા તથા રમેલ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં પધારવા પ્રમુખશ્રી જયંતીભાઈ દેવશીભાઈ પ્રજાપતિ અને મંત્રી શ્રી ભરતભાઈ દલસુખભાઈ પ્રજાપતિ તથા વીરજી ભાઈ રામજીભાઈ પ્રજાપતિ નવીનભાઈ દલસુખભાઈ પ્રજાપતિ દલસુખભાઈ રાજાભાઈ પ્રજાપતિ ભગવાનભાઈ રૂપાભાઈ પ્રજાપતિ દ્વારા પ્રજાપતિ સમાજના ભાઈ બહેનોને પ્રસંગમાં પધારવા અને દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
