રાધનપુરમાં ગંદુ પાણી મુદ્દે બખેડો, જયાબેન ઠાકોરની કોર્ટ જવાની ચીમકી

રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં મોટા ઠાકોર વાસના વોર્ડ નં. ૧ માં પીવાના પાણીમાં ભેળસેળ આવતી હોવાના આક્ષેપ સાથે વિવાદ ઊભો થયો છે. સ્થાનિક નાગરિકો દ્વારા લાંબા સમયથી ગંદા અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે.
આ મામલે નગરસેવિકા જયાબેન ઠાકોર એ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું કે પ્રજાને સ્વચ્છ પાણી આપવાની નગરપાલિકાની મૂળભૂત જવાબદારી છે, છતાંય વોર્ડમાં ભેળસેળ વાળું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો તાત્કાલિક અસરથી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પ્રજાહિત માટે કોર્ટનો દરવાજો ખટખટાવવાની પણ તૈયારી છે.
સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ ફેલાયો છે અને તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તંત્ર આ ગંભીર સમસ્યાને લઈને શું પગલાં લે છે.
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં નાગરિકોને ગંદા અને ગટરમિશ્રિત પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મોટા ઠાકોરવાસ વિસ્તારના વોર્ડ નં. 1માં સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે.
નગરસેવક જયાબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી શુદ્ધ નથી અને તેમાં ભેળસેળ પાણી જોવા મળી રહ્યું છે. જેના કારણે લોકોના આરોગ્ય પર નકારાત્મક અસર પડી રહી છે અને ઘણા ઘરોમાં બીમારીના કેસો સામે આવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે નગરપાલિકા ગટર લાઇનની નિયમિત સફાઈ કરવામાં નિષ્ફળ રહી છે, જેના પરિણામે ગંદકી અને દુર્ગંધ વધી રહી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે જયાબેન ઠાકોરે જાતે જ કામદારોને સાથે રાખી વિસ્તારની ગટર લાઇનની સફાઈ કામગીરી હાથ ધરી હતી. તેમણે તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને સ્વચ્છ પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા માંગ કરી છે.
સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
