વર્ષે લાખો દર્શનાર્થીઓ જ્યાં પધારે છે તે ઊંઝા શ્રી ઉમિયા માતાજીનું મંદિર અને ઐઠોર શ્રી ગણપતિ દાદાનું મંદિર એ ગુજરાત ભરના ધાર્મિક સ્થાનોમાં મોખરાના સ્થાન ધરાવે છે.

સમયની માંગ અનુસાર વિકાસને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રે સમય – સંજોગ મુજબ યોગ્ય ફેરફાર સતત કરતા રહેવું પડે છે.
ઊંઝા – ઐઠોર રોડ પર ઐઠોર ચાર રસ્તાથી ઐઠોરના ગમાણીયા તળાવ સુધી રોડ વચ્ચે ડિવાઈડરમાં લગાવેલ વીજ પોલ નજીકના સ્થાનિક લોકો માટે રાત્રે અવર-જવરમાં ખુબ ઉપયોગી અને સુવિધાપૂર્ણ સાબિત થશે પણ ઊંઝા ધારાસભ્ય શ્રી વિશેષ રસ રાખી તે લાઈન ઐઠોરના બીજા નંબરના બસ સ્ટેન્ડ સુધી લાંબી કરાવે તો ઐઠોર ગામ માટે હજુ વધુ સારુ ઉપયોગી કામ સાબિત થઇ શકશે તેવી ઐઠોરના ગામલોકોની લોકમાંગ છે.
હવે ઊંઝા ધારાસભ્ય શ્રી આ લોકસેવાના મુદ્દે કોઈ યોગ્ય કામગીરી કરે છે કે કેમ તે જોવાનું રહ્યુ.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
