માત્ર 20 રૂપિયામાં લાડવા સાથેની ભરપેટ ભોજનની વ્યવસ્થા રવિવાર-સોમવાર મેળાના બે દિવસ બપોર- સાંજ સંસ્થા તરફથી ગોઠવાયેલ હોય છે.

વર્ષોથી આ વાર્ષિક પ્રતિષ્ઠા દિવસને ઐઠોરના ગામલોકો મેળા સ્વરૂપે ઉજવણી કરે છે.
આકસ્મિત આવી પડેલ માવઠાના કુદરતી વિઘ્નને ભૂલીને દાતા, સેવકો અને ગામલોકોના સાથ – સહકારથી દાદાના દર્શને આવનાર ભક્તોને સહેજ પણ તકલીફ ના પડે તે માટે ભરપૂર વ્યવસ્થા સંસ્થા તરફથી ગોઠવાયેલ હોય છે,એમ પ્રમુખ શ્રી મનુભાઈ એ જણાવેલ હતું.
પરંપરાગત ચાલી આવતી પદ્ધતિથી રવિવારે સાંજના 5 વાગે સુકન જોવાશે અને રાત્રે 9 વાગે ગામ વચ્ચે નાયક ભાઈઓ દ્વારા ભવાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે.
ચરીના મોટા મેદાનમાં રાત્રે મોડા સુધી મેળો જામે છે, જ્યાં જાત-જાતના ચકડોળો અને અન્ય મનોરંજનના સાધનો ગોઠવાયેલ હોય છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
