તા:20-03-2026 ના રોજ ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે પક્ષીઓ પ્રત્યે સંવેદના પ્રગટાવવા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન અને નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર (મહેસાણા) દ્વારા ‘અબોલ સેવા અનમોલ’ અભિયાન હેઠળ પક્ષીઓ માટે ચણ, ચકલીઘર અને પાણીના પરબડાનું નિઃશુલ્ક વિતરણ કરવાના કાર્યક્રમનુ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જાણીતા યુટ્યુબ ઇન્ફ્લુએન્સર ભુરાભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. ઉનાળાની શરૂઆતમાં અબોલ પક્ષીઓને આશરો અને પાણી મળી રહે તેવા હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં 1500 થી વધારે નંગ ચકલીઘર અને પરબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળના કૌશિક રાવલ (રાજા મહાકાલ), શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશનનાં લાલભાઈ પટેલ, અલ્કેશભાઈ સોની, રાકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. ભુરાભાઈ તેમજ આ સેવાયજ્ઞમાં જોડાયેલા તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહેસાણાના પ્રકૃતિપ્રેમીઓએ આ પહેલને બિરદાવી હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
