પત્રકાર એકતા પરિષદ અને દાતાશ્રીઓ ના સહયોગથી જન સેવા કાર્યનો પ્રારંભ…

પાણીના પાંચ પુણ્ય કહેવત ને સાર્થક કરવા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તેમજ દાતાઓ ના સહયોગથી ઠંડા પાણીના બે પરબ જુદા જુદા સ્થાનો માં ચાણસ્મા ના પશાભાઈ ની ઓફિસના ચોકમાં તેમજ બીજા પરબ અને કુંડા વિતરણ
પત્રકાર એકતા પરિષદ તેમજ બીજા પરબ નું ઉદ્ઘાટન સરદાર ચોક માં કરવામાં આવ્યું હતું..
પત્રકાર એકતા પરિષદ જિલ્લા અધિવેશન ના આયોજન પૂર્વે બે પાણીના પરબ લોકો માટે ખુલ્લા મૂક્યા હતા દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ ના વરદહસ્તે કરવામાં આવ્યા હતા,તેમજ કુંડા વિતરણ,ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યા હતા…
માર્ચ એન્ડિંગ વર્ષના હિસાબો ના સમયે પત્રકાર એકતા પરિષદ દ્વારા સેવા નો હિસાબ એટલે ઠંડા પાણીના પરબ, ચકલી ના માળા, કુંડા વિતરણ ના માધ્યમથી સેવા નો સરવાળો કરવામાં આવ્યો હતો,પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા,પ્રદેશ આઈ ટી સેલ ના નીતિન ઘેલાણી, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ, આઈ ટી સેલ સ્ટેટ ના શ્રી જયેશ ગજ્જર, નિખિલ જોશી સહિત સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાઓ ની હાજરી માં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમો બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો..
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
