1500 જેટલા ખેડૂતોને તાત્કાલિક રાત્રી ભોજન અને રોકાણ માટે નિઃશુલ્ક વ્યવસ્થા કરી દિનેશભાઇએ માનવતા મહેકાવી.

‘સેવા એજ ધર્મ’ ના સૂત્રનો પોતે સેવા કરી દિનેશભાઇ એ લોકમાનસમાં સંદેશ પાઠવ્યો.

ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે અચાનક બદલાયેલા વાતાવરણમાં તોફાની પવનો અને ભારે વરસાદની સૌથી વધુ અસર ખેતી અને ખેડૂતો પર જોવા મળી છે. ખાસ કરીને એશિયાના સૌથી મોટા ગંજ બજાર ગણાતા ઊંઝા માર્કેટ યાર્ડમાં પોતાની ખેતીનો પાક લઈને આવેલા સેંકડો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, આ કપરી પરિસ્થિતિમાં ઊંઝા એપીએમસી વહીવટી તંત્રે ચેરમેન દિનેશભાઇના નેતૃત્વમાં માલ પલળી ન જાય તેની ચિંતા અને ઘરે પરત ફરવામાં અસમર્થ ખેડૂત ભાઈઓને યાર્ડમાં જ રાત્રી રોકાણ કરાવી અંદાજે 1500 જેટલા ખેડૂત ભાઈઓ માટે રહેવા તેમજ નિઃશુલ્ક ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ચેરમેને પોતે હાજર રહીને ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે માટે દેખરેખ રાખી હતી. યાર્ડના આ સંવેદનશીલ અભિગમને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. પોતાની ઉપજની ચિંતા વચ્ચે જ્યારે સંસ્થા દ્વારા પિતૃવત પ્રેમ અને ભોજન પીરસવામાં આવ્યું ત્યારે ખેડૂતોએ એપીએમસીની આ કામગીરીને બિરદાવી હતી. આખા ગુજરાતમાં ચેરમેન સહીત ઊંઝા એપીએમસી ટીમના આ સેવાકીય કાર્યની નોંધપાત્ર પ્રશંસા થઈ રહી છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!