લોકોની હેરાનગતિ માટે કોણ જવાબદાર??

સ્થાનિક તંત્રથી વર્ષોથી 11 ગરનાળાના રસ્તાનું યોગ્ય સમારકામનો પ્રશ્ન નઝર અંદાઝ કરવાથી થતી હેરાનગતિ લોકો ક્યાં સુધી સહન કરશે??

ગઈ કાલ સાંજના સામાન્ય વરસાદમાં પણ નાળામાં પાણી ભરાઈ જવાથી રસ્તો તુરંત બંધ થઇ ગયો.

હવે છેલ્લે કીચડ ને પણ સુકાતા અને રસ્તો ખુલતા અઠવાડિયું થશે.

ચોમાસામાં આ રસ્તો બિલકુલ બંધ થઇ જતો હોવાથી રાહદારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાલનો ઊંઝાનો નવા રેલવે સ્ટેશન પાસેના હાઇવે પરના વર્ષો જુના 11 ગરનાળા તરીકે ઓળખાતો આ રસ્તો સાઇકલ, બાઈક કે થ્રી વિલર માટે આશીર્વાદ સમાન સાબિત થતો આ માર્ગ સ્થાનિક તંત્ર ને કામ ના કરવાની દાનત, આળસ કે અણઆવડત ને લીધે આ પ્રશ્ન વર્ષે હજારો રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે.

તંત્રે તાત્કાલિક આ માંડ 20 મીટર જેટલો રસ્તો કાયમી ધોરણે નાળાની ગમે તે એક ઊંચી બાજુએ નીચે મજબૂત પથ્થરો દ્વારા વરસાદ કે ગટરનુ પાણી ના આવી શકે તે રીતે લેવલિંગ કરી મજબૂત રસ્તો બનાવવો જરૂરી બની રહ્યો છે.

સાવ સામાન્ય વરસાદ આવે તો પણ

પાણીના લીધે કીચડથી ખદબદી ઉઠતો આ રસ્તો પછી લાંબા દિવસે કીચડ સુકાઈને રસ્તો આવવા-જવા લાયક બને છે ત્યાં સુધી ચારેક કિલોમીટર દૂર આખો ઓવરબ્રીઝ ફરીને સામાન્ય લોકોએ જવું પડે છે.

AC ગાડીઓમાં ફરતા નેતાઓની નઝરમાં આવી સમસ્યાઓ આવતી હશે કે કેમ તે ચિંતાનો વિષય છે.

કહેવા કે બતાવવા પૂરતો હોદ્દો લઇ ફરતા નામના હોદ્દેદારો આવા સામાન્ય લોકપ્રશ્નો માટે ક્યારે વિચારશે??

આ બાબતે સ્થાનિક હોદ્દેદારો, ઊંઝા નગરપાલિકા, ઊંઝા રેલવે વિભાગ અને ધારાસભ્ય શ્રી સાથે મળી કાયમી કઈક યોગ્ય રસ્તો બનાવવા વહેલી તકે યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિક લોકમાંગ ઉઠી છે.

જવાબદાર સ્થાનિક તંત્ર આ બાબતે ક્યારે જાગૃત બની કોઈ યોગ્ય કાયમી પગલાં ક્યારે ભરે છે તે હવે જોવાનું રહ્યુ.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!