સાંતલપુર તાલુકાની બાબરા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસે અશોકભાઈ બાબુભાઈને ઉમેદવાર તરીકે પસંદ કરતાં સ્થાનિક રાજકારણમાં ચહલપહલ જોવા મળી રહી છે. ઉમેદવારી જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

અશોકભાઈ બાબુભાઈએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે તેઓ આ ચૂંટણીમાં વિકાસના મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મેદાનમાં ઉતર્યા છે. ખાસ કરીને ગટર લાઇન, રોડ-રસ્તા, પીવાના પાણીની સમસ્યા અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોને પ્રાથમિકતા આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનતા તેમની કામગીરી અને વિચારધારા પર વિશ્વાસ રાખીને તેમને બહુ મતીથી જીત અપાવશે.

સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દાઓને લઈને લાંબા સમયથી અસંતોષ જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને અશોકભાઈએ વિકાસના એજન્ડા સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પક્ષ પણ આ સીટ પર મજબૂત પ્રદર્શન કરવાની આશા વ્યક્ત કરી રહ્યો છે.

The Gujarat Live News ગોવભાઇ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!