સાંતલપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. આ વચ્ચે કોંગ્રેસ પક્ષે જિલ્લા પંચાયત સીટ માટે પોતાના ઉમેદવાર તરીકે શ્રી પરબતભાઈ આહીરનું નામ જાહેર કરતા રાજકીય સમીકરણોમાં નવી ગરમાવો આવી ગયો છે.
પરબતભાઈ આહીર લાંબા સમયથી જાહેર જીવન સાથે સંકળાયેલા રહી લોકોના પ્રશ્નો ઉકેલવા માટે સક્રિય રહ્યા છે. તેમની ઉમેદવારીને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પક્ષના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પરબતભાઈ આહીર જનતાનો વિશાળ સમર્થન મેળવી જીત હાંસલ કરશે.
ઉમેદવારી જાહેર થતાં જ સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને સ્થળે “વિજય ભવ”ના નાદ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આવનારી ચૂંટણીમાં આ સીટ પર રસપ્રદ ટક્કર જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
