તા. 16/04/2026 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સાંતલપુર તાલુકાની જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત બેઠકો હેઠળ આવતાં સાંતલપુર, ચારણકા, વૌવા, મઢુત્રા અને ગરામડી ગામોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય ચૂંટણી સભાઓ યોજાઈ હતી. આ સભાઓમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી જનતાને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થનમાં મતદાન કરવા આહવાન કર્યું હતું.

સભા દરમિયાન રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વિસ્તારના મૂળભૂત પ્રશ્નો જેમ કે ગટર લાઈનની સમસ્યા, શિક્ષણની અછત, ખરાબ રસ્તાઓ, આરોગ્ય સેવાઓની નબળી સ્થિતિ અને નર્મદા કેનાલથી વંચિત ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કોંગ્રેસ પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતોને ન્યાય અપાવવા અને વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવા બાહેંદરી આપી હતી.

આ પ્રસંગે સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતભાઈ આહીર, કાર્યકારી પ્રમુખ બાબુભાઈ આહીર, લાલાભાઈ પરમાર, ડૉ. વિષ્ણુદાન ઝૂલા, ભચાભાઈ આહીર, કલાભાઈ આહીર (રણમલપુરા), વાલાભાઈ આહીર (ધોકાવાડા), લક્ષ્મણભાઈ આહીર (આલુવાસ), ડામરાભાઈ ચૌધરી (જાખોત્રા) સહિતના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો તથા પ્રજાજનો હાજર રહ્યા હતા.

સભાઓમાં જનતામાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને વ્યાપક સમર્થન મળી રહ્યું હોવાનું નજરે પડ્યું હતું.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!