
Election Heat in Jamnagar: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો વચ્ચે ટકરાવની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના વોર્ડ નંબર 10માં પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો અને ભાજપના મહિલા ઉમેદવાર વચ્ચે તીખી બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રાજકીય ગરમાવો વધી ગયો છે.
ભાજપના મહિલા ઉમેદવારના નિવાસસ્થાને સર્જાયો વિવાદ
મળતી માહિતી અનુસાર, વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ચારેય ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મત વિસ્તારમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા હતા.
