અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી 23.25 લાખની કિંમતના 31 નવા ટુ-વ્હીલરની ચોરી થઈ છે. ગઠીયાએ ત્રણ જ મહિનામાં વાહનોની ચોરી કરી હતી. 1 એપ્રિલના રોજ જ્યારે સ્ટોક ગણતરી થઈ ત્યારે વાહનચોરી થઈ હોવાનો ભાંડો ફુટ્યો હતો. જે અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 31 ટુ-વ્હીલરની ચોરી
નવા નરોડા વિસ્તારમાં આવેલા સાગર ટેનામેન્ટમાં રહેતા ધર્મપાલ ચૌહાણે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરૂદ્ધ 23.25 લાખના 31 ટુ-વ્હીલરની ચોરીની ફરિયાદ કરી છે. ધર્મપાલ સંયુક્ત પરિવારમાં રહે છે અને નિકોલ વિસ્તારમાં આવેલા અક્ષર આર્કેડની બાજુમાં સિંગલ ઓટો મેટીર પ્રાઈવેટ લીમીટેડના હોન્ડા ટુ-વ્હીલરના શોરૂમમાં ગોડાઉન મેનેજર તરીકે નોકરી કરે છે. ગોડાઉનમાં 1200 ટુ-વ્હીલરનો સ્ટોક હોય છે
ધર્મપાલ છેલ્લા દસ વર્ષથી નોકરી કરે છે જ્યારે કંપનીનું ગોડાઉન નવા નરોડા ખાતે આવેલા શેલ્બી હોસ્પિટલની પાછળ આવેલુ છે. જેમાં અંદાજીત 1200 ટુ-વ્હીલરનો સ્ટોક હોય છે. 1 જાન્યુઆરી 2026ના રોજ વાહનોના સ્ટોકની ગણતરી કરી હતી જે પરફેક્ટ હતી, ત્યારબાદ 1 એપ્રિલ 2026ના રોજ પણ વાહનોની સ્ટોક ગણતરી થઈ હતી જેમાં કેટલાક ટુ-વ્હીલર ઓછા હતા. 4 મહિનામાં 30 એક્ટિવા અને 1 બાઇકની ચોરી
ધર્મપાલે ચાર મહિનાના ગાળામાં ટુ-વ્હીલરની આવક જાવકનો હિસાબ બારીકાઈથી કર્યો હતો ત્યારે જાણવા મળ્યું હતુ કે 30 એક્ટિવા અને એક બાઈક ગાયબ હતું. 4 મહિનામાં કોઈ ગઠીયો વિવિધ સમય દરમિયાન 31 વાહનોની ચોરી કરીને જતો રહ્યો હતો. ધર્મપાલે સમગ્ર મામલે શો-રૂમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી, જેમાં તેમને ફરિયાદ નોંધવાનું કહ્યું હતુ. ધર્મપાલે નિકોલ પોલીસ સ્ટેશનમાં 31 વાહન ચોરીની ફરિયાદ કરી છે જેની કિંમત 23.25 લાખ રૂપિયા થાય છે. ગોડાઉન કે શો-રૂમ, ક્યાં થઈ ચોરી?
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગોડાઉનમાં કોઈ સીસીટીવી કેમેરા નથી. ધર્મપાલની કંપનીમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે વાહનો ગોડાઉનમાંથી ચોરાયા કે શો-રૂમમાંથી ચોરાયા તે રહસ્ય હજુ સુધી સામે આવ્યુ નથી. હાલ પોલીસે ગુનો નોંધીને તમામ દીશામાં તપાસ શરૂ કરી છે.