ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર શ્રી, ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જ જીલ્લાઓમાંથી ગુમ તથા અપહરણ થયેલ મહિલા/બાળકોને શોધી કાઢવા માટે ખાસ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબશ્રી, નાઓએ અમરેલી જીલ્લામાંથી ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને અમરેલી વિભાગના વિભાગીય અધિકારી ચીરાગ દેસાઈ શ્રી, નાઓ દ્રારા અમરેલી વિભાગ માંથી ગુમ થયેલ વ્યકિતને શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે લાઠી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.સોની શ્રી ની સુચના અને માર્ગદર્શન તેમજ રાહબારી હેઠળ લાઠી પો.સ્ટે. ના ગુમ જાણવા જોગ નં ૦૩/૨૦૨૫ થી દાખલ થયેલ હોય જે ગુમ થનાર મહિલા બહેનને શોધી કાઢવા લાઠી પોલીસ ટીમને સુચના આપેલ હોય જે અન્વયે લાઠી પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ તથા હ્યુમન સોર્સ આધારે ગુમ થનાર મહિલા બહેનને અમરેલી ખાતેથી શોધી કાઢી તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવેલ છે.
ગુમ થનારની વિગતઃ- વંદનાબેન ડો/ઓ શરદભાઇ ચુનીભાઇ મકવાણા ઉ.વ.૧૯ ધંધો.ઘરકામ રહે. લાઠી ખોડીયાર નગર પાવર હાઉસ પાસે તા.લાઠી જી.અમરેલી
સદરહુ કામગીરી લાઠી પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની.શ્રીની રાહબરી હેઠળ લાઠી પોલીસ ટીમ હેડ કોન્સ.કે.કે.રાઠોણ.એચ.એન. ખુમાણ.તથા એસ .ડી
.કામળીયા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે
The Gujarat Live News રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
