રાધનપુર શહેરના બસ સ્ટેન્ડ નજીક આવેલા શ્રી રામ કોમ્પલેક્ષ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે.
આ મુદ્દે શહેરના જાગૃત નાગરિક પાલાભાઈ રેવાભાઈ મકવાણા (બંધવડવાળા) એ નગરપાલિકા, પ્રાંત અધિકારી તેમજ પાટણ જિલ્લાના કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

રજુઆતમાં તેમણે જણાવ્યું છે કે બસ સ્ટેન્ડ આસપાસ માર્ગ અને ફૂટપાથ પર વધતા જતા દબાણો કારણે વાહનવ્યવહાર અસ્તવ્યસ્ત બની ગયો છે.

દુકાનોની આગળના દબાણોને કારણે સામાન્ય નાગરિકોને અવરજવર મુશ્કેલ બની રહી છે,
જ્યારે વાહનચાલકોને રોજબરોજ ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે.
સ્થાનિક નાગરિકોના મતે, બસ સ્ટેન્ડ વિસ્તાર શહેરનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં હંમેશા ભારે અવરજવર રહે છે.
જો દબાણો દૂર કરવામાં આવે તો ટ્રાફિક વ્યવસ્થા સરળ, રસ્તાઓ ખુલ્લા અને લોકો માટે અવરજવર આરામદાયક બનશે.
પાલાભાઈ મકવાણાએ કલેક્ટરને રજૂઆતમાં માંગણી કરી છે કે ગેરકાયદેસર દબાણો તરત જ દૂર કરવામાં આવે તેમજ શહેરના સૌંદર્ય અને જાહેર સુવિધા જાળવવા કડક પગલાં લેવાય.
સાથે સાથે તેમણે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો નાગરિકો નગરપાલિકા સામે આંદોલનનો માર્ગ અપનાવશે.
આ મુદ્દો હાલમાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે સૌની નજર છે કે નગરપાલિકા અને પ્રશાસન ગેરકાયદેસર દબાણો સામે કયા પગલાં ભરે છે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

