
Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એકલવાયા વૃદ્ધોને પોતાની જાળમાં ફસાવી, નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી મહિલા લતા ઉર્ફે લકડી ચૌહાણની ધરપકડ કરી છે. દરિયાપુર વિસ્તારમાં બનેલી એક ઘટનામાં મહિલાએ પીવડાવેલી નશીલી લસ્સીના કારણે 81 વર્ષીય વૃદ્ધનું મોત નીપજતા આ મામલો હવે લૂંટ સાથે હત્યામાં પરિણમ્યો છે.
દરિયાપુરમાં લૂંટ હત્યામાં બદલાઈ
મળતી માહિતી અનુસાર, દરિયાપુરના દિલ્હી ચકલા પાસે આવેલા સજ્જન જમાદારના મહોલ્લામાં લતાએ 81 વર્ષીય અબ્દુલભાઇ સિપાઇ અને તેમના પત્નીને ઘેનની દવા ભેળવેલી લસ્સી પીવડાવી હતી. દંપતી બેભાન થતા જ તે રોકડ રકમ ચોરીને નાસી ગઈ હતી.
