શહેરમાં બેફામ દોડતા બેકાબૂ ડમ્પરો અકસ્માત કરી બાઇક ચાલકોના જીવ લઈ લે છે. થોડા દિવસ પહેલાં ગોતા બ્રિજ પાસે રેપિડો બાઈક ચાલક અને પાછળ બેઠેલા મુસાફરનું ડમ્પરના ટાયર નીચે કચડાઈ જવાથી મોત થયું હતું. માત્ર એટલું જ નહીં, ડમ્પરચાલક પાસે ડ્રાઇવિંગ લાઈસન્સ ન હોવા છતાં તેને વાહન ચલાવવા આપવા બદલ પોલીસે ચાલક અને માલિક બંને વિરુદ્ધ ‘સાપરાધ મનુષ્ય વધ’નો ગુનો નોંધ્યો હતો. બેફામ રીતે દોડતા આ ડમ્પરોથી લોકો પણ ત્રસ્ત છે, ત્યારે દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓને ડમ્પરથી લાગતા ડર અને સ્પીડને લઈ સવાલો કર્યા હતા. શહેરીજનોએ કેવા કેવા જવાબ આપ્યા તે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
