પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક સ્થળોએ વિકાસમાં અનુભવાતી મુશ્કેલીના નિવારણ અંગે ચર્ચા કરાઇ

પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોએ વિકાસમાં અનુભવાતી મુશ્કેલીના નિવારણ અંગે ચર્ચા કરાઇ હતી.

પાટણ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં જિલ્લા પ્રવાસન સમિતિની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત, મંજૂર કરવામાં આવેલ કામોની પ્રગતિની સમીક્ષા, સિધ્ધપુર તીર્થક્ષેત્રમાં આવેલ વિવિધ મંદિરોના વિકાસની કામગીરી (સિધ્ધપુર તીર્થક્ષેત્રનો સર્વાંગી વિકાસ), બિંદુ સરોવર, શ્રી સિદ્ધનાથ મહાદેવ અને શ્રી વટેશ્વર મહાદેવ ખાતે જાળવણી અને મરામતની કામગીરી, માન.મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મીટીંગમાં મંજુર કરેલ કામોની વિગત, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર ખાતે મોકલી આપેલ દરખાસ્તને બહાલી આપવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ધારાસભ્યશ્રી અને પદાધિકારીઓની રજૂઆતોને અગ્રતા આપી અને યાત્રાધામોનો વિકાસ કરવા સુવિધાઓમાં વધારો થાય તે માટે નિયમોને આધિન વિકાસના કામો હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી દિનેશ ઠાકોર, શ્રી કિરીટ પટેલ, શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ.પટેલ સહિત પ્રવાસન વિભાગના અધિકારીઓ તેમજ પ્રવાસન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!