પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વદાણી ગામમાં આવેલા એક એગ્રી બિઝનેસ સેન્ટર સામે ખેડૂતો દ્વારા યુરિયા ખાતર સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ કરતાં વધુ કિંમતે વેચવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા યુરિયાનો નિયત ભાવ ₹266 હોવા છતાં કેટલાક ખેડૂતો પાસેથી ₹300 સુધીની રકમ વસૂલવામાં આવી રહી છે. ખેડૂતોનો દાવો છે કે આ પ્રકારની વસૂલાત એકલદોકલ નહીં પરંતુ વારંવાર થઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોએ સમગ્ર મામલે કૃષિ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. આક્ષેપો સાચા સાબિત થાય તો સંબંધિત એગ્રો સેન્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ખેડૂતો પાસેથી વધુ વસૂલવામાં આવેલી રકમ પરત અપાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
ખેડૂતોનું કહેવું છે કે ખાતરના નિયત ભાવ અંગે સરકારના નિયમોનું કડક પાલન થાય અને આવા કિસ્સાઓ સામે સમયસર કાર્યવાહી કરવામાં આવે જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન વેઠવું પડે.
ઉપરોક્ત સમાચાર ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
