કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્ છે. રાપર અને ભચાઉ તાલુકામાં મંગળવારે તોફાની પવન સાથે ભારે વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ખડીર વિસ્તારના ખારોડા ગામે આકાશી વીજળી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.
માહિતી મુજબ, ખારોડા ગામે અલજી સોઢાના ઘેટાં ચરતા હતા ત્યારે અચાનક આકાશી વીજળી પડતા બે કરતાં વધુ ઘેટાંના મોત થયા હતા. આ બનાવથી માલધારીને આર્થિક નુકસાન થયું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ કચ્છના રાપર-ભચાઉ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેથી પશુપાલકો અને ખેડૂતોએ સાવચેત રહેવા તેમજ પશુઓને સુરક્ષિત સ્થાને રાખવાની અપીલ કરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ


