પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે થી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા અનરાધાર વરસાદને કારણે પૂર જેવી ભયંકર સ્થિતિ સર્જાઈ છે.







સાંતલપુર તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ઘરોમાં પાણી ઘૂસી જવાથી અનેક પરિવારોને પોતાના ઘર છોડવા પડ્યા છે અને ગામોમા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
ખોરાક-પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોની પણ તંગી સર્જાઈ રહી છે.
ગામજનો દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે કે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે રાહત કામગીરી શરૂ કરે તેમજ NDRFની ટીમોને તાત્કાલિક મોકલી જરૂરી વ્યવસ્થા કરે.
લોકોએ આશા વ્યક્ત કરી છે કે વહિવટી તંત્ર તરત જ પગલાં ભરી સાંતલપુર તાલુકાના ગામના નાગરિકોને રાહત પહોંચવામા આવે એવી લોક માંગ ઉઠી છે
સાંતલપુર તાલુકાના વૌવા, બકુત્રા, દાત્રાણા અને રણમલપુરા ગામોમાં 5 ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર નદી જેવો માહોલ સર્જાયો છે, જેના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયો છે.
વરસાદી પાણી ઘરોમાં ઘુસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.
હાલ વરસાદ યથાવત હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
