ઘરે પરત ફર્યા બાદ રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યો, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ

પાટણ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ બબુજી ઠાકોરનું હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થતાં પોલીસ વિભાગ સહિત પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, બબુજી ઠાકોરની અંબાજી મેળા દરમિયાન પોલીસ બંદોબસ્તમાં ડ્યુટી મુકવામાં આવી હતી. મેળાની ડ્યુટી દરમિયાન તેમની તબિયત લથડતાં તેઓ સારવાર માટે પોતાના ઘરે પરત ફર્યા હતા. ઘરે આરામ કરી રહ્યા હતા ત્યારે ગુરુવારે રાત્રિના સમયે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

હાર્ટ એટેક બાદ પરિવારજનો દ્વારા સારવાર માટે જરૂરી પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું નિધન થયું હતું. પોલીસ જવાનના અચાનક અવસાનના સમાચારથી પરિવારજનો, સગાસંબંધીઓ તેમજ સાથી કર્મચારીઓમાં શોકની લાગણી પ્રસરી હતી.

બબુજી ઠાકોર પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન પોતાની જવાબદારી નિભાવતા હતા. તેમના નિધન બાદ પોલીસ વિભાગ દ્વારા સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવામાં આવી હતી. પોલીસ જવાનના અંતિમ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યા હતા.

અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સાથી પોલીસ કર્મચારીઓ અને ઉપસ્થિત લોકોએ દિવંગત બબુજી ઠાકોરને શ્રદ્ધાંજલિ પાઠવી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!