પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
આવી પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

કલેક્ટરશ્રીએ સ્થળ પર હાજર રહી ગ્રામજનોની સમસ્યાઓની માહિતી મેળવી અને વહીવટી તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી વધુ ગતિશીલ બનાવવા સૂચના આપી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે અસરગ્રસ્ત લોકો માટેની સહાયમાં કોઈ કચાશ ન રાખવામાં આવે.
વહીવટી તંત્ર દ્વારા ખાદ્યસામગ્રી, પીવાનું પાણી, તબીબી સુવિધાઓ તથા રેસ્ક્યુ કામગીરી માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હોવાનું કલેક્ટરશ્રીએ જણાવ્યું.
સાથે જ તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું અને ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી.
જિલ્લા વહીવટીતંત્ર હાલની પરિસ્થિતિમાં પ્રભાવિત નાગરિકોની સહાય માટે ખડેપગે કાર્યરત છે અને જરૂર પડે ત્યાં વધુ તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવશે તેવી ખાતરી કલેક્ટરશ્રીએ વ્યક્ત કરી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

