કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સતત સક્રિય રહ્યું છે.

વહીવટીતંત્ર તરફથી નદી-નાળા, ડેમ તેમજ જોખમી સ્થળોએ વિશેષ ચેતીને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને સતત પેટ્રોલિંગ હાથ ધરાયું છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વધુમાં જોખમી રોડ-રસ્તાઓ પર અવરજવર તાત્કાલિક રોકી દેવાઈ છે જેથી કોઈ દુર્ઘટના ન બને.

ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં વીજપોલ તથા ફીડરોને નુકસાન થતાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

આ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ટીમો તાત્કાલિક કાર્યરત બની વીજળી પુનઃસ્થાપિત કરવા પ્રયત્નશીલ છે.

જિલ્લામાં એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફ (SDRF)ની ટીમો તૈનાત કરવામાં આવી છે જે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત તથા બચાવ કામગીરીમાં જોડાઈ રહી છે.

જિલ્લા વહીવટીતંત્રના સમયસર લીધેલા પગલાંઓને કારણે નાગરિકોમાં સુરક્ષાનો ભાવ ઉભો થયો છે અને પરિસ્થિતિને કાબુમાં લેવા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!